United Nations

સંયુક્ત રાષ્ટ્રો

પ્ર

થમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; પરંતુ દ્રિતીય વિશ્વયુદ્ધ થયું. અર્થાત્‌ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો દ્રિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતિ અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ (સંયુક્ત રાષ્ટ્રો) ની સ્થાપના કરવામાં આવી (24 ઑક્ટોબર, 1945). તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતી અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કૉંગ્રેસ (સંસદ)ને શંદેસો આપતાં ચાર સ્વતંત્ર્યઓની ઘોષણા કરી : (1) વિચાર અને વાણી સ્વાતંત્ર્ય (2) ધાર્મિક સ્વાતંત્ર્ય (3) આર્થિક સ્વાતંત્ર્ય અને (4) ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો.

આ પછી પ્રમુખ રૂઝવેલ્ટે અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે ઍટલેન્‍ટિક મહાસાગરના એક જહાજ પર આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. જે પાછળથી ઍટલેન્‍ટિક ખતપત્ર તરીકે ઓળખાયુ. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો શમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો, વિશ્વશાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા (1943 ના ઑક્ટોબર). જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 નવેમ્બરમાં તહેરાનમાં ત્રણ માંધાતાઓની પરિષદ મળી. વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું (1944 સપ્ટેમ્બર). 24 ઑક્ટોબર, 1945ના રોજ 51 સભ્યરાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમા ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યત 24 ઑક્ટોબરનો દિવસ યુ.એન. દિવસ તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે.

સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે જે નિચે મુજબ છે.

1.    સામન્યસભા

2.   સલમતી સમિતિ

3.   આર્થિક અને સામાજિક સમિતિ

4.   વાલી સમિતિ

5.   આંતરરાષ્ટ્રીય અદાલત

6.   સચિવાલય