પ્લાસી અને બક્સર નું યુદ્ધ
1701 થી 1756 દરમિયાન બંગાળના નવાબ બંગાળમાં ઓરંગઝેબના સમય સુધી મુઘલ સામ્રાજ્યનો એક ભાગ હતો. તેના મૃત્યુ પછી બંગાળપ્રાંતને સ્વતંત્ર્ય વિસ્તાર થવા લાગ્યો.
૧. મુર્શિદ કુલી ખાના (1701 થી 1727)
1701માં બંગાળ પ્રાંતનો દિવાન (મહેસૂલ) સત્તા પ્રાપ્ત કરી દિલ્લીની કેંદ્રિય સત્તાની નિર્બળનાતો લાભ ઉઠાવીતેને પોતાના રાજ્યોનો વિકાસ કરવા માંડ્યો.
1707માં ઓરંગઝેબનુ મૃત્યુ થતા તેણે બંગાળની રાજધાની ઢાકાથી મુર્શિદાબાદ બદલી.
ખેડૂતોને લોનની સુવિધા ટકાવી શરૂ કરી.
1717માં ફરૂખશિયર દ્વારા તેને બંગાળનો સૂબેદાર બનાવ્યો.
થોડા સમયમાં મુર્શિદા કુલી ખાને દિલ્લી પાસેથી ઓડિસા પ્રાંતની દિવાની સત્તા પ્રાપ્ત કરી.
તેના શાસનકાળ દરમિયાન ત્રણ મોટા બળવા થયા તેને સજદર ખાને દબાવી દેવામાં આવ્યો.
1727માં તેનુ અવસાન થતા તેનો જમાઈ સુજાઉદ્દીન બંગાળ અને ઓડિસાનો શાસક બન્યો.
૨. સુજાઉદ્દીન [1727 થી 1739]
સુજાઉદ્દીન 12 વર્ષ શાસન ચાલ્યું જે દરમિયાન
બિહાર પ્રાંતને બંગાળના આધિપત્ય નીચે લાવી દીધું.
૩. સરફરાજ ખાન [1739 થી 40]
સુજાઉદ્દીનના મૃત્યુ પછી તેનો પુત્ર સરજરાજ ખાન બંગાળ, બિહાર અને ઓડિસાના વિશાળ
રાજ્યોનો શાસક બન્યું. 1 વર્ષના શાસનના અંતે બંગાળના સૂબા અલી વર્દી ખાને આંતરિક
રાજકીય ષડયંત્રને સરજરાજને દૂર કરી તેના સ્થાને શાસક બન્યો.
૪. અલીવર્દી ખાન [1740 થી 1756]
૫. સિરાજુદ્દીન દૌલા [1756 થી 1757]
1756 માં અલીવર્દી ખાનનું મૃત્યુ થતા તેનો પૌત્ર સિરાજુદ્દીન દૌલા બંગાળનો નવાબ બન્યો. તેણે માત્ર 14 મહિના શાસન ચલાવ્યું.
પ્લાસીનું યુદ્ધ
23 જુન 1757
ફરૂખશિયરે 1717 માં ફરમાન અને દસ્તક આપ્યો.
1740 માં બંગાળનો સૂબો અલીવર્દી ખાન સ્વતંત્ર શાસક અને કુશળ વહીવટ કર્તા બન્યો. તેણે અંગ્રેજો પર કડક વેપારી નિયંત્રણો મુક્યા.
1756માં અલીવર્દી ખાનનું અવસાન થતા તેનો પૌત્ર સુરાજદુદ્દીન દૌલા બંગાળનો નવાબ બન્યો.
ફ્રેંચો અને અંગ્રેજો વચ્ચે એવા તૂતીય કર્ણાટક વિગ્રહના કરણે બંને દેશોની કંપની ઓને એકબીજાથી ડર હતો. તેની પોતપોતાની વેપારી કોઠી પર કિલ્લે બંધી કરવાનું શરૂ કર્યું.
સિરાજદુદ્દીન દૌલાએ ફ્રેંચ અને અંગ્રેજોને કિલ્લેબંધી કરવાનું ના કહ્યું.
ફ્રેંચોએ તેનું પાલન કર્યું પરંતુ અંગ્રેજોએ કિલ્લે બંધી કરવાનું શરૂ કર્યું.
સિરાજુદુદ્દીન દૌલાએ 20 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ પર પોતાનુ આધિપત્ય સ્થાપ્યું. સહેલાઈથી મળેલ જીતના કારણે સિરાજુદ્દીન દૌલા ભૂલ કરી બેઠો. તેણે વિલિયમ ફોર્ટથી ભાગી છૂટેલા અંગ્રેજોની અવગનના કરી જે બંગાળની ખાડીમાં ફુલ્ટાના નામના ટાપુ પર આશ્રય લિધો અને દક્ષિણ ભારતના અંગ્રેજ સૈન્ય માટે રાહ જોઈ અને કોલકત્તામાં માલેકચંદ વહીવટદાર નિમ્યો.
વિલિયમ ફોર્ટ પરના હુમલા દરમિયાન 146 અંગ્રેજોની ધરપકડ કરવામાં આવી તેઓને 18 ફૂટ લાંબી અને 14 ફૂટ પહોળી કાળી અંધારી કોઠડીમાં પુરવામાં આવ્યા. તેને બ્લેક હોલ ટ્રેજેડી કહેવામાં આવે છે.
જૂન માસની અસહ્ય ગરમીના કારણે 123 અંગ્રેજો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેની હાલત કફોડી હતી.
રોબર્ટ ક્લાઈવ બંગાળના નવાબ સામે યુદ્ધની તૈયારી કરી તે જાણતો હતો કે સિધા યુદ્ધથી સિરાજુદ્દીન દૌલાને હરાવી શકસે નહિ માટે તેને રાજકીય કાવતરા શરૂકર્યા.
તેણે રાજાના સેનાપતિ મીરજાફરને રાજા બનાવાની લાલચ આપી સાથે તેણે કોલકત્તાના વહીવટદાર માણેકચંદ, અમીરચંદ, બંગાળનો સૌથી મોટો બેંકર જગતશેઠ તથા નવાબની મોટા ભાગની સેનાનો કમાન્ડર ખાલીમખાન ને પોતાની તરફ લાલચ આપીને કરી દીધા.
23 જૂન 1757 ના રોજ મુર્શીદાબાદથી 20 માઈલ દૂર પ્લાસીના મેદાનમાં (પ્લાસી ખરેખર મૂળનામ પલાસી જેનો અર્થ તે મેદાનમાં રહેલા પલાશ (ખાખરા) ના વૃક્ષપરથી નામ પડેલ છે. પલાશના ફૂલ લાલરંગ થાય છે. જેનો ગુલાબી અને હોળીના રંગ બનાવવામાં ઉપયોગ થાય છે.)
યુદ્ધમાં મીર જાફરા અને રાય દુર્લભના નેતૃત્વમાં રહેલ સૈન્ય ટુકડી મેદાનમાં ઉતરી નહીં.
સિરાજુદ્દીન દૌલાને યુદ્ધનુ પરિણામ અંગ્રેજો તરફ લાગતા ભાગવુ પડ્યું. જે પકડાઈ ગયા અને મીર જાફરના પુત્ર મીર મીરાન ના હાથે મૃત્યુ પામ્યા..
પ્લાસીનું યુદ્ધ વહેલી સવારે શરૂ થયુ અને બપોરે 2 વાગે સમાપ્ત થયું. જે દરમિયાન અંગ્રેજોના 29 માણસો મૃત્યુ પામ્યા અને નવાબના 500 સૈનિકો મૃત્યુ પામ્યા.
સિરાજુદ્દીન દૌલાના સ્થાને મીર જાફાને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. જેણે અંગ્રેજોને લાખો રૂપિયા અને 24 પરગણાની જમીનદારી આપી. (પરગણા એટલે વહીવટી સરળતા માટે બનાવવામાં આવેલો ગામોનું સમૂહ)
બક્સરનું યુદ્ધ [1764, 22 ઑક્ટોબર]
મીર જાફર નબળા મનનો અને અયોગ્ય વ્યક્તિ સાબિત થયો અંગ્રેજોએ જુદા જુદા બહાને મીર જાફરને પાસેથી પુષ્કળ ધન મેળવ્યું.
અંગ્રેજોએ વધુ અધિકારો અને છૂટછાટ મેળવવાની લાલચમાં મીર જાફરને પદ ભ્રષ્ટ કરી તેના જામાઈ મીર કાસીમ ને બંગાળના નવાબ બનાવ્યા.
મીર કાસીમે બદલામાં કંપનીને મીદનાપોર અને ચિતાગોંગના પ્રદેશો ભેટ આપ્યા.
તેણે અંગ્રેજોની દૂર રહેલા રાજગાદી મુર્શીદાબાદની મોંઘીર બદલાવી.
મીર કાસીમના સ્થાને 1763માં ફરી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો.
મીર કાસિમે અવધના નવાબ સુજાઉ-ઉદ-દૌલા ને શાહાઅલમ બીજાની મદદ લીધી.
22 ઑક્ટોબર, 1764 ના રોજ બક્સર (હાલ ઉત્તરપ્રદેશ) અંગ્રેજો અને ત્રુપુટી વચ્ચે યુદ્ધ થયું.
બક્સરના યુદ્ધ દરમિયાન રોબર્ટ ક્લાઈવ ઇંગ્લેંડમાં હતો.
1765માં અંગ્રેજોએ મુઘલ અને અવધના નવાબ સાથે અલ્હાબાદની સંધી કરી અને બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરી.
દ્વિમુખી શાસન પદ્ધતિ
નવાબ પાસે વહીવટી સત્તા – રક્ષણ અને જાહેર હિત
અંગ્રેજો પાસે દિવાની સત્તા – મહેસૂલ ઉઘરાવવાની સત્તા