બંધારણમાં સુધારાની પદ્ધતિ અને વિવિધ બંધારણીય સુધારાઓ. | Constitutional Amendments

બંધારણમાં સુધારાની પદ્ધતિ

➖ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો  તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .

(1)સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો .

(2)સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો.

(3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 103 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.

➖બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં  42 માં  સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે .

♦ બંધારણના મહત્વના સુધારાઓ  ♦

પ્રથમ સુધારો (1951) :

➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર  સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .

બીજો સુધારો (1953) :

➖રાજ્યોને  સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં  આવ્યું.

૭મો સુધારો (1956) :

➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને  રાજ્ય તરીકે માન્ય કર્યા.

૮મો સુધારો (1960) :

➖અનુસુચિતજાતી  અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને  20  વર્ષ કરવામો આવ્યો .

૧૦ મો સુધારો (1961) :

➖દાદરા તથા નાગર હવેલી  વિસ્તાર ભારતનો  બની  ગયો.

૧૨ મો  સુધારા (1961) :

➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા  .

૧૩ મો  સુધારો (1962) :

➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય  બનવાનો સુધારો.

૧૪ મો સુધારો (1962) :

➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .

૧૫ મો સુધારો (1963) :

➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.

૨૧ મો સુધારો (1967) : 

➖બંધારણના  આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .

૨૬ મો  સુધારો (1971) : 

➖ રાજાના સાલીયણા  તથા વિશેષ અધિકારો  બંધ કરી દીધા.

૩૧ મો  સુધારો (1973) :

➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને  545 કરવામાં આવી.

૩૬ મો  સુધારો (1975) :

➖આ સુધારાથી  સિક્કિમ ભારતનું  22 મું  રાજ્ય બન્યું.

૩૭ મો   સુધારો  (1975 ) :

➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .

૪૨ મો સુધારો (1976) :

➖આ સુધારાથી  બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી  અને બિનસાંપ્રદાયિક  નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં  એક વર્ષ સુધી  રાષ્ટ્રપતિ શાસન  લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .

૪૪ મો સુધારો (1978) :

➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.

૪૭ મો  સુધારો (1984 ) :

➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .

૫૨ મો સુધારો (1985) :

➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.

૫૩ મો સુધારા (1986) :

➖આ  સુધારાથી મિઝોરમ ભારતનું  24 મું રાજ્ય બન્યું.

૫૪ મો સુધારો (1986) :

➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને  રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને  રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને  રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.

૫૭ મો સુધારો (1987) : 

➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

૬૧ મો  સુધારો  ( 1989) :

➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે  મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.

૬૨ મો સુધારો (1989) :

➖લોકસભા અને વિધાનસભાઓમાં  અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત  10 વર્ષે વધારાઈ જે  2000 સુધી અમલમાં રહેશે.

૬૬ મો  સુધારો (1990) :

➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના  કાયદા ઉમેરવામાં આવ્યા.

૬૯ મો સુધારો  (1991) :

➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.

૭૦ મો સુધારો (1962) :

➖પોંડીચેરી તથા દિલ્હી  વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં  આવ્યો.

૭૧ માં સુધારો (1992) :

➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં  નેપાળી , મણિપુરી  તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.

૭૩ મો સુધારો (1992) :

➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં 33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .

૭૪ માં સુધારો (1992) :

➖પંચાયતીરાજ  સબંધી સુધારો .

૭૫ મો સુધારો (2002) :

➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.

૮૫ મો  સુધારો (2002) : 

➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો  બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી  અને અનુસુચિત જનજાતિના  સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.

૮૬ મો સુધારો (2002) :

➖આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં  આવ્યો .  આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.

૮૭ મો સુધારો (૨૦૦૩) : 

➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની  જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .

૯૧ મો સુધારો (૨૦૦૩) :

➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.

૯૨ મો સુધારા (2003) :

➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.

૯૩ મો સુધારા (2005) :

➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .

૯૪મો સુધારો  (2006) : 

➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .

૯૫ મો સુધારો (2009) :

➖SC અને ST  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)

૯૬ મો સુધારો  (2011)  :

➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું.

૯૭ મો સુધારઓ (૨૦૧૧)

‌➖ સહકારી મંંડળીઓ સંબંધિત અનુચ્છેદ ૧૯(૧)સી માં નવો મૂળભુત અધિકાર ઉમેરાયો.

   સહકારી મંંડળીઓ સંબંધિત નવો રાજ્યનીતિનો માર્ગદર્શક સિંધ્ધાત અનુચ્છેદ ૪૩બી ઉમેરાયો. ઉપરાંત સહકારી મંડળીઓ માટે નવો ભાગ, ભાગ ૯બી ઉમેરાયો.

 ૯૮ મો સુધારો (૨૦૧૨):

➖ હૈદરબાદ - કર્ણાટક વિસ્તાર માટે વિશેષ જોગવાઈઓ કરાઈ.

૯૯ મો સુધારો (૨૦૧૪):

➖ National Judicial Appointment commission

૧૦૦ મો સુધારો (૨૦૧૫):

➖ ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર વિશે.

૧૦૧ મો સુધારો (૨૦૧૬):

➖ Goods and Services Tax વિશે

૧૦૨ મો સુધારો (2018):

➖ National commission for backward class

૧૦૩ મો સુધારો (૨૦૧૯):

➖ Economically Weaker Sections (EWS)