બંધારણનું જાણવા જેવું
⇒ બંગાળના પ્રથમ ગવર્નર : રોબર્ટ કલાઈવ
⇒બંગાળના પ્રથમ ગવર્નર જનરલ : વોરન હેસ્ટિંગ્સ
⇒ભારતનો પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ વિલિયમ બેન્ટિક
⇒ભારતના પ્રથમ વાઈસરોય : લોર્ડ કેનિંગ
⇒સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ માઉન્ટબેટન
⇒સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ : સી . રાજગોપાલાચારી
⇒બંધારણની રચનાની સૌપ્રથમ માંગ : માનવેન્દ્રનાથ રોય
⇒બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ : ડૉ . સચ્ચિદાનંદ સિંહા
⇒બંધારણ સભાના કાયમી અધ્યક્ષ : ડૉ . રાજેન્દ્ર પ્રસાદ
⇒બંધારણ બનવામાં લાગેલો સમય : 2 વર્ષ , 11 મહિના , 18 દિવસ ( 11 સત્ર અને 166 બેઠકો )
⇒મુસદા ( પ્રારુપ , ખરડા ( Drafting ) ) સમિતિના અધ્યક્ષ : ડૉ . બાબાસાહેબ આંબેડકર
⇒જન ગણ મનના રચયિતા : રવીન્દ્રનાથ ટાગોર ( તત્ત્વબોધિની પત્રિકામાં ‘ ભારત ભાગ્યવિધાતા ” શીર્ષકથી પ્રકાશિત )
⇒વંદે માતરમના રચયિતા : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( ‘ આનંદમઠ ' નવલકથામાંથી )
⇒રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર : 22 માર્ચ , 1957 ( જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય )
⇒બંધારણને સમજવાની ચાવી : આમુખ
⇒રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ : ફઝલ અલી
⇒ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય : આંધ્ર પ્રદેશ
⇒હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા : 6
⇒રિટ કેટલી છે ?: 5
- બંદી પ્રત્યક્ષીકરણ ( Habeas Corpus )
- પરમાદેશ ( Mandamus )
- પ્રતિષેધ ( Prohibition )
- ઉત્પ્રેષણ ( Certiorari )
- અધિકાર પૃચ્છા ( Quo - Warranto ) .
⇒ મૂળભૂત ફરજોની સંખ્યા : 11
⇒ મૂળભૂત ફરજો ક્યા ભાગમાં : 4 ( A )
⇒રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ : સુપ્રીમ કોર્ટ દ્વારા
⇒ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર : 35 વર્ષ
⇒રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ : લોકસભા , રાજ્યસભા , 29 રાજ્યોની અને દિલ્હી , પુડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ .
⇒ રાષ્ટ્રપતિને શપથ : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા
⇒ રાષ્ટ્રપતિનો પગાર : રૂ .4,૦૦,૦૦૦ પ્રતિ માસ
⇒ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક : 12
⇒ ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા : રાષ્ટ્રપતિ
⇒ રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ : 6 મહિના
⇒ મંત્રીમંડળ વ્યક્તિગત રીતે જવાબદાર : રાષ્ટ્રપતિને
⇒ મંત્રીપરિષદ સામૂહિક રીતે જવાબદાર : લોકસભાને
⇒ મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા : ગૃહના કુલ સભ્યોના 15 % થી વધુ નહીં અને 12 સભ્યોથી ઓછી નહીં .
⇒ સંસદ એટલે રાષ્ટ્રપતિ + રાજ્યસભા + લોકસભા
⇒ રાજ્યસભામાંથી દર 2 વર્ષે નિવૃત્ત થતાં સભ્ય : 1/3
⇒ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 6 વર્ષ
⇒ અખિલ ભારતીય સેવાઓ : IAS , IPS , IFS
⇒ રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમરઃ 30 વર્ષ
⇒ લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર : 25 વર્ષ
⇒ ગૃહોના બે બેઠક વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ : 6 મહિના
⇒ ગૃહોની કોરમની સંખ્યા : 1/10
⇒ લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું : ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે
⇒ લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર
⇒ નાણાં ખરડો છે કે નહીં , નક્કી કરશે : લોકસભા અધ્યક્ષ
⇒ અંદાજપત્રનું અન્ય નામ વાર્ષિક નાણાકીય નિવેદન
⇒ જાહેર હિસાબ સમિતિના સભ્ય : 22 ( 15 લોકસભા +7 રાજ્યસભા )
⇒ વિરોધ પક્ષના નેતાનો દરજ્જો : કેબિનેટ કક્ષાના મંત્રી સમાન
રાજયપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા
⇒ રાજયપાલને શપથ : જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા
⇒ રાજ્યપાલ બનવા જરૂરી ઉંમર 35 વર્ષ
⇒ રાજય યોજના બોર્ડના અધ્યક્ષ : મુખ્યમંત્રી
⇒ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા : 552 ( હાલમાં545 ) છે
⇒ રાજયસભાની મહત્તમ સભ્ય સંખ્યા : 250 ( હાલમાં 245 )
⇒ વિધાનસભાની મહત્તમ , લઘુતમ સભ્ય સંખ્યા : 500 , 60
⇒ સુપ્રીમ કોર્ટની સ્થાપના : 28 જાન્યુઆરી , 1950
⇒ સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય : 65
⇒ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિ
⇒ જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ
⇒ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનરઃ સુકુમાર સેન
⇒ દેશના પ્રથમ કાયદા અધિકારી : એટર્ની જનરલ
⇒ દેશના પ્રથમ એટર્ની જનરલ એમ.સી. સેતલવાડ
⇒ રાજયના સૌથી મોટા કાયદા અધિકારી : એવોકેટ જનરલ
⇒ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી
⇒ લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર : એલ.એમ. સિંઘવી
⇒ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા : લોર્ડ રિપન
⇒ જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારી : કલેક્ટર ( DM )
⇒ લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારી 42 મો
મહત્ત્વના પરિશિષ્ટ
⇒ અનુસૂચિ -1 : સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
⇒ અનુસૂચિ - 2 : પદાધિકારીઓના પગાર અને ભથ્થાં
⇒ અનુસૂચિ -3 : પદાધિકારીઓની શપથના નમૂના
⇒ અનુસૂચિ - 8 : માન્યતાપ્રાપ્ત ભાષાઓ ( 22 )
⇒ અનુસૂચિ- 11 : પંચાયતી રાજ
⇒ અનુસૂચિ - 12 : શહેરી સ્થાનિક સંસ્થાઓ ( ન.પા. , મ.ન.પા. )
મહત્ત્વના અનુચ્છેદ
અનુચ્છેદ -2 : નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ
અનુચ્છેદ -3 : નવા રાજ્યની રચના અથવા નામ , સીમામાં પરિવર્તન
અનુચ્છેદ -14 : કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું સમાન રક્ષણ
અનુચ્છેદ -17 : અસ્પૃશ્યતાનો અંત
અનુચ્છેદ -24 : બાળમજૂરી ઉપર પ્રતિબંધ
અનુચ્છેદ -32 : બંધારણીય ઈલાજનો અધિકાર ( બંધારણનો આત્મા )
અનુચ્છેદ -40 : ગ્રામ પંચાયતોની સ્થાપના
અનુચ્છેદ -51 ( A ) : મૂળભૂત ફરજો
અનુચ્છેદ -52 : ભારતના રાષ્ટ્રપતિ
અનુચ્છેદ -58 : રાષ્ટ્રપતિ પદની લાયકાત
અનુચ્છેદ -64 : ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ
અનુચ્છેદ -72 : રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા
અનુચ્છેદ -123 : રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા
અનુચ્છેદ -124 : સુપ્રીમ કોર્ટની સ્થાપના
અનુચ્છેદ -143 : રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની સત્તા
અનુચ્છેદ -213 : રાજ્યપાલને વટહુકમની સત્તા
અનુચ્છેદ -214 : રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના
અનુચ્છેદ -280 : નાણાં પંચની જોગવાઈ 6
અનુચ્છેદ -300 ( A ) : મિલકત ધરાવવાનો કાનૂની ( કાયદાકીય ) અધિકાર
અનુચ્છેદ -324 : ચૂંટણી પંચ
અનુચ્છેદ -331 : લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઈન્ડિયનની નિમણૂક
અનુચ્છેદ -333 : રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં 1 એંગ્લો ઈન્ડિયનની નિમણૂક
અનુચ્છેદ -343 : દેશની રાજભાષાદેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી
અનુચ્છેદ -352 : યુદ્ધ જેવી પરિસ્થિતિ , બાહ્ય આક્રમણ , અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી
અનુચ્છેદ -356 ; રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન
અનુચ્છેદ -360 ; નાણાકીય કટોકટી
અનુચ્છેદ -368 : બંધારણીય સુધારાની જોગવાઈ
અનુચ્છેદ -370 જમ્મુ - કાશ્મીરને વિશેષ દરજ્જો