ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

  • ધૂમકેતુ’ ઉપનામથી જાણીતા અને ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તા (નવલિકા)ના સર્જક એવ ગૌરિશંકર જોષીનો જન્‍મ 12 ડિસેમ્બર, 1892ના રોજ રાજકોટ જિલ્લાનાં વીરપુરખાતે થયો હતો. તેમનું પુરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી હતું.
  • તેમણે લેખનકાર્યની શરૂઆન ધૂમકેતુ ઉપનામે કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ વગેરે નવલકથા દ્વારા કરી હતી. તમણે મૌર્યયુગ, ગુપ્તયુગ અને ગુજરાતના સોલંકી વંશના શાસકોને ધ્યાનમાં રાખીને નવલકથા લખી છે.
  • તમણે ગોંડલની એક પોસ્ટઓફિસ પરથી લખેલી તેમની અમરકૃતિ પોસ્ટઓફિસ કે જેમાં પુત્રીના પત્રની પ્રતિક્ષામાં દરરોજ સવારે પોસ્ટઓફિસ જઈ બેસતા અલી ડોસાના વાત્સલ્યનું સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.
  • ઉમાશંકર જોષીએ તેમને ગુજરાતી સાહિત્યના “અનસ્ત ધૂમકેતુ” કહ્યા તો સ્નેહરશ્મિએ ટૂંકીવાર્તાના આધુનિક સ્વરૂપના સર્જક કહ્યા છે.
  • વર્ષ 1935માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો પણ તેમણે પરત કરી દીધો હતો. વર્ષ 1953માં તમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓ વર્ષ 1957-58માં દિલ્હી સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય પણ બન્યાં હતા.
  • તેમનું નિધન 1 માર્ચ, 1965ના રોજ થયું હતુ.
  • સાહિત્ય સર્જક –
  • નવલિકા : તણખા મંડળ (ભાગ : 1 થી4), આકશદીપ, મંગલદીપ, અનામિકા, વિનિપાત, પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા,પૃથ્વી અને સ્વર્ગ, ગોંવિદનું ખેતર,
  • નવલકથા : ચૌલાદેવી, અવંતીનાથ, જીવનનાં ખંડેર, જીવનચક્ર, પગદંડી, જીવનવિચારણા,
  • નાટકો : એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી ક્રુરતા અને બીજા નાટકો, પડઘા, બધાય ધર્મ એક

         (વાર્તા), ભીખુ (ગદ્ય – સંવેદનકથા), જુમો ભિસ્તી (ગદ્ય-બોધકથા)