પૂજ્ય શ્રી મોટા

પૂજ્ય શ્રી મોટાચુનીલાલ આશારામ ભગત

 

શ્રી મોટાનો જન્મ વડોદરા પાસે આવેલા સાવલીમાં થયો હતો. પૂજ્ય શ્રી મોટાને ગુજરાતના અનોખા સંત અને ગુજરાતની સાંસ્કારિતા તેમજ સંસ્કૃતિના આત્માના રખેવાળ, ગુજરાતની કોશકાર્ય પ્રવૃતિના પ્રેરક અને સમર્થક માનવામાં આવે છે. સ્વતંત્રતા ચળવળ માટે ગાંધીજીને યુવાનોને હાક મારી હતી, જે કારણોસર શ્રી મોટા પણ અભ્યાસ અધૂરો છોડી દેશની સેવામાં જોડાઈ ગયા. શ્રી મોટાએ એક વખત હિસ્ટિરિયા રોગ થી પીડાઈ જીવનનો અંત લાવવા નર્મદામાં ઝંપલાવ્યુ હતું પરંતુ નર્મદાના નીરે  તેઓને ગ્રહણ કર્યા અને બહાર ફેંકી દીધા. જે નવું જીવન મળતા શ્રી મોટા સમાજ કલ્યાણની પ્રવૃતિઓ આદારી. પૂજ્ય શ્રી મોટાએ ગુજરાતમાં નાણા ઉઘરાવી અનેક શાળાઓ બનાવી અને આશ્રમો સ્થાપ્યા. આધ્યામિક વિકાસ કર્યો. પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ ચુનીલાલ આશારામ ભગત હતું. નડિયાદમાં હરિ ઓમ આશ્રમની સ્થાપના કરી હતી ઉપરાંત નડિયાદ, સુરત, કુંભકોણમા મૌન મંદિરો તથા આશ્રમો સ્થાપ્યા છે. તરણ સ્પર્ધા, સાઈક્લિંગ, સ્નાનાગાર, સાહસિક કાર્યો અને વૈજ્ઞાનિક શોધખોળને પ્રોત્સાહન આપવા તેમજ પુસ્તકોની શ્રેણી જ્ઞાન ગંગોત્રીનું પ્રકાશન કરવા લાખો રૂપિયાનું દાન આપ્યું હતું.