બંધારણ : અવિશ્વાસ નો પ્રસ્તાવ

➡વર્ષ 1963 માં "જે.બી.કૃપલાની એ લોકસભા માં સૌપ્રથમ વખત "જવાહરલાલ નહેરુ" સરકાર વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ તે પસાર થયો ન હતો

➡અત્યાર સુધી સૌથી વધુ વખત "ઇન્દિરા ગાંધી " સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયેલ છે

➡લોકસભા ની પ્રક્રિયા તથા કાર્યસંચાલન નિયમાવલી ના નિયમ 198-1 થી 198-5 માં મંત્રીપરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ  મુકવાની પ્રક્રિયા દર્શાવી છે

➡વર્ષ 2016 માં ઉતરાખંડ રાજ્ય માં રાજ્ય ની "વિધાનસભા માં સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર "વિશ્વાસ પ્રસ્તાવ" રજૂ કરવામાં આવ્યો હતો

➡ફેબ્રુઆરી 2017 માં રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ ના આદેશ મુજબ તમિલનાડુ ના મુખ્યમંત્રી પલાનીસ્વામી ને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતી જેમાં તેઓનો વિજય થયો અને તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહ્યા

➡અવિશ્વાસ પ્રસ્તાવ સામનો કરનાર પ્રથમ વડાપ્રધાન?

✔જવાહરલાલ નહેરુ 1963

➡અવિશ્વાસ પ્રસ્તાવ સમર્થન માં 62 મત અને અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ માં 347 મત પડ્યા

➡અવિશ્વાસ પ્રસ્તાવ માં બહુમતી મેળવનાર પ્રથમ વડાપ્રધાન?

✔જવાહરલાલ નહેરુ

➡અવિશ્વાસ પ્રસ્તાવ માં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન?

✔મોરારજી દેસાઈ 1978

➡વિશ્વાસ ન પ્રસ્તાવ માં બહુમતી મેળવનાર અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન ?

✔વિશ્વનાથ પ્રતાપ સિંહ 1990

➡સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ નો સામનો કરનાર વડાપ્રધાન?

✔ઇન્દિરા ગાંધી 15 વાર

➡સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર?*

✔જ્યોતિ બસુ (4 વખત ઇન્દિરા ગાંધી વિરુદ્ધ) cpi(m) પાર્ટી

➡વિશ્વાસ પ્રસ્તાવ માં એક મત થી હારનાર એકમાત્ર વડાપ્રધાન?*

✔અટલ બિહારી વાજપેયી(199 AIADMK પાર્ટી ના જયલલિતા એ વિશ્વાસ મત ની વિરુદ્ધ માં મત આપ્યો હતો)

▶નોંધ-હજુ સુધી કોઈ વડાપ્રધાન ને અવિશ્વાસ પ્રસ્તાવ માં હારી જવાથી રાજીનામુ આપવું પડ્યું નથી