બંધારણ એટલે શું ?
⇒બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે. જેમાં નિયમો નો સમાવેશ થયેલ છે. જેના થકી દેશ ની શાસન વ્યવસ્થા ચાલે છે.
બંધારણમાં નાગરિકોના સર્વાંગી વિકાસ હેતુ મૂળભૂત અધિકારો અને નવનિયુક્ત સરકારો માટે માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં સિમાંકિત અને પરિભાષિત થયેલ છે.
⇒ ભારતમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે? - સંઘાત્મક શાસન વ્યવસ્થા
⇒ સંઘાત્મક શાસન વ્યવસ્થા એટલે શું?
કેન્દ્ર સરકાર અને રાજ્યોની રાજ્ય સરકારથી બનતું વ્યવસ્થાપન તંત્રને સંઘાત્મક શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે.
સરકાર
ધારાસાભા
કાયદા નું નિર્માણ
કારોબારી
કાયદાનો અમલ
ન્યાયતંત્ર
કાયદાનું રક્ષણ
