મહાત્મા ગાંધી
ભારતના
સ્વાતંત્ર
સંગ્રામના
મહાનાયક મોહનદાસ
કરમચંદ ગાંધી,
વિશ્વમાનવ
હતા. મહાત્મા
ગાંધી નામે
વિશ્વભરમાં
જાણીતા થયેલા
ભારતની
આઝાદીની
ચળવળના નેતા
અને
રાષ્ટ્રપિતા
હતા. તેમણે
બ્રિટ્રિશ રાજમાંથી
આઝાદી
મેળવવાની
ભારતની
ચળવળને દુનિયાના
નકશા પર મુકી. તેમનાઆદર્શો
ભારતમાં અને
અન્ય
દેશોમાં પણ
શાંતિમય
પરિવર્તનની
ચળવળ માટે પ્રેરણાદાયક
રહ્યા છે.
અહિંસક
સવિનય કાનૂન
ભંગ જે ખ્યાલ
તેમણે લિયો ટોલ્સટોય
અને હેન્રી
ડેવિડ થોરો
પાસેથી મેળવ્યો
હતો. તેના
ઉપયોગ દ્વારા
તેમણે
બ્રિટ્રિશ
રાજ્યની
હકાલટ્ટી કરી
ભારતને
સ્વતંત્ર
બનાવ્યું.
આમાથી
પ્રેરણા લઈ
ઘણા પ્રદેશના
લોકોએ પોતાના
દેશની
સ્વાતંત્રમાટે
બ્રિટિશરો
સામે લડાઈ
આદરી ક્રમશઃ
બ્રિટિશ
સામ્રાજ્યનો
વિસ્તાર
ઘાટીને ફક્ત
તેમના પોતાના
દેશ બ્રિટન
(અને
સ્કોટલેન્ડ)
સુધી સીમિત થઈ
ગયો. આમ ગાંધીજીની
પ્રેરણાદાયી
લડતને કારણે
ફક્ત ભારત પર બ્રિટિશ
શાસન જ નહીં
પણ જેનાં
રાજ્ય કદી
સૂરજ આથમતો
નહોતો તેવી
બ્રિટિશ
સલ્તનત ખુદ
આથમી ગઈ અને
કોમનવેલ્થ
દેશોનું
અસ્તિત્વ
ઊભું થયું.
ઈ.સ.
1930માં
ગાંધીજીએ
જાહેર કર્યું
કે મીઠાનો કાયદો
તોડવા માટે
યાત્રા કાઢશે.
આ સમયે મીઠાના
ઉત્પાદન અને
વેચાણ પર
સરકારનો
એકાધિકાર હતો.
મહાત્મા
ગાંધી અને
અન્ય
રાષ્ટ્રવાદી
નેતાઓનું
માનવું હતું
કે મીઠા પર
વેરો લેવો એ પાપ
છે, કારણ કે
આપણા ભોજનનો
જરૂરી ભાગ છે.
ગાંધીજીએ
મીઠાનો
અન્યાયી
કાયદો ટોડવા
અમદાવાદના
સાબરમતી
આશ્રમથી
પોતાના 78
સાથીઓ સાથે 12મી
માર્ચ,
1930ના દિવસે
સવારે
દાંડીકૂચની
શરૂઆત કરી. કુચના
માર્ગ પરનાં
ગામોમાં સભાઓ
થતી.ગાંધીજી
લોકોને
મીઠાના
કાયદાનો
સવિનયભંગ
સમજાવી નવી
રીતે
સ્વરાજ્યની
લડત અને
સત્યાગ્રહનું
મહત્વ
સમજાવતા. 5
એપ્રિલ 1930 ના
દિવસે તેઓ
દાંડી પહોચ્યા.
બીજા દિવસે
સવારે 6
એપ્રિલના રોજ
દરિયાકિનારે
વિખરાયેલુ
મીઠું એકઠું
કરી, મુઠ્ઠી
મીઠું લઈ
કાયદાનો ભંગ
કર્યો. આ
આંદોલનમાં
ખેડૂતો, આદિવાસીઓ
અને સ્ત્રીઓએ
મોટી
સંખ્યામાં
લીધો હતો.
સરકારે
શાંતિપૂર્ણ
સત્યાગ્રહીઓ
પર દમનનો
કોરડો વિંઝવા
માંડ્યો.
હજારો
સત્યાગ્રહીઓની
ધરપકડ
કરવામાં આવી.