મદદની ચીસ સાભળો...

 

મદદની ચીસ સાભળો...

અથવા ઇંટના ઘા માટે તૈયાર રહો!!

પરદેશની આ વાત છે.

એક વખત એક ખૂબ જ સફળ બિઝ્નેસમૅન (વેપારે) પોતાની નવીનક્કોર કારમાં બેસીને એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. પોતાની ધૂનમાં મસ્ત મૌલા એ સ્ટિરિયોની ધૂન પર ડોલતો કાર ચાલાવી રહ્યો હતો. શેરીના છેડે પાર્કે થેયેલી થોડીક મોટરોની વચ્ચેથી કોઈક છોકરાએ એના તરફ હાથ હલોવ્યો. આ  માણસનું  અચડતું ધ્યાન તો ગયું પરંતુ સત્તા, પૈસા તેમજ સફળતાનો મદએવો હોય છે કે મદદ માટે લંબાવાયેલ હાથને જોઈ જ શકતો નથી. આ બિઝ્નસમૅન પણ જોયું ન જોયુ કરીને આગળ વધી  ગયો.

ધ...ડા....મ્મ.... એક ઈંટ એની તરફના દરવાજાના કાચ સાથે અથડાઈ. હવે એના પગ બ્રેક પર તરતક ચોંટી ગયા. ઈંટ્નોઘા નબળો હતો એટ્લે કાચના ટુકડા તો નથયા પરંતુ કરોળિયાનાં જાળાં જેવો ઘોબો જરૂર પડી ગયો. કાર પાછી લઈને એ બહાર કૂદ્યો. ત્યાં ઊભેલા એક નાનકડા છોકરાને એણે ગળચીથી પકડીને બે ફેંટૅ ઝીંકી દીધા.’ડોબા તારા એક ઘાએ જો મારી નવીનક્કોર કારની કેવી દશા કરી નાખી ? હવે આ નુકસાન કોણ તારો બાપ ભરશે?’

પેલા છોકરાની આંખમાંથી આંસુની ધાર વહી નીકળી. કરગરતા અવાજે એ બોલ્યો, મને માફ કરો સાહેબ કેટલીય વારથી હું મદદ મટે હાથ હલાવું છું પણ કોઈ ઊભું જ નથી રહેતું મારો મોટો ભાઈ એનીવ્હીલચેરમાંથી પડી ગયો છે. એના આખા શરીરે લકવો (પૅરાલિસિસ) છે એટલે એ જાતે ઊભો થઈ શકતો નથી. એનું વજન એટલું બધુ છે કે હું એને ઉઠાવી શકતો નથી. એનું મોં ધૂળ્માં ઘૂસી ગ્યુ છે. જો થોડી વારમાં કોઈ એને મદદ નહીં કરે તો..” એ નાનકડો બાળક આગળ ન બોલી શક્યો. ધ્રૂસકું નાખી ગયો.

પેલા માણસના મગજમાં ફાટેલા જ્વાળામુખીમાંથી લાવાને બદલે દયાનું ઝરણું ફાટી નીકળ્યું. એણે છોકરનું ગળું છોડીને પૂછ્યુ: તારો ભાઈ ક્યા છે? ચાલ મને બતાવ”

પોલો છોકરો એને બાજુની કારની પછ્ળ લઈ ગયો. ત્યાં પંદરેક વરસનો એક છોકરો પોતાની વ્હીલચૅર સહિત આડો પડી ગયો હતો. એનું શરીર ખાસ્સુ જાડું હતું. એનું મોં જમીન સરસું થઈ ગયેલું જેના લીધે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતે હતી. પોલા વેપારીએ એને ઊભો કર્યો અને વ્હીલચૅરમાં પાછો બેસાડ્યો. પોતાનો રૂમાલ કાઢીને એનાં નાક-મોં લૂછ્યાં. પછી પોતાની કારમાથી ફર્સ્ટ અઇડનું બોક્સ કાઢીને એને મલમપટ્ટી પણ કરી આપી. પોલો નાનકડો બાળક કૃતજ્ઞતાનાં આંસુ વેરતો ભગવાન તમારુંભલુ કરે એવું બોલતો એના મોટાભાઈની વ્હીલચૅરને ધક્કો મારતો મારતો ચાલ્યો ગયો.

 

પેલા માણસે પછી એ કાર ક્યારેય ન વેચી. પોતાની તરફનો કાચ પણ રિપૅર ન કરાવ્યો. કોઈ એને આ તૂટેલા કાચ અંગે પૃચ્છા કરતું તો એ કહેતો કે:”આ કાચ હંમેશા એક વાતની યાદ અપાવે છે કે જિંદગીમાં એટલું બધું ઝડપથી ક્યારેય ન ચાલવુ કે તમારું ધ્યાન ખેંચવા માટે કોઈને ઈંટનો ઘા કરવો પડે” ...પછી ધીમેથી ઊંડો શ્વાસ લઈને એ કહેતો કે:” કાં તો મદદ માટેની ઝીણી ચીસ સાંભળો અથવા તો ઈંટના ઘા માટે તૈયાર રહો.”