ગુજરાતના ચિત્રકલાકારો

ગુજરાતના ચિત્રકલાકારો

⇒ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો❓

✔ઈ.સ.1892માં ભાવનગરમાં

⇒ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો❓

✔બિલ્વમંગલ

⇒રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી❓

✔ઈ.સ.1935માં

⇒રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી❓

✔ઇ.સ.1924

⇒રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો❓

✔અજંતા (ઇ.સ.1926માં)

⇒ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો❓

✔કપડવંજ

⇒શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી❓

✔ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં

⇒શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો❓

✔ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી

⇒શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે❓

✔રંગોના રાજા

⇒ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે❓

✔શ્રી યગ્નેશ્વર શુક્લ

⇒શ્રી રસિકલાલ પરીખનો જન્મ  ક્યાં થયો હતો❓

✔વાલિયા (ભરૂચ જિલ્લો)

⇒રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો❓

✔મા અને બાળક

⇒ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે❓

✔શ્રી રસિકલાલ પરીખ

⇒રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે❓

✔કલાસાધના

⇒કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો❓

✔ચોટીલા

⇒શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."❓

✔ગાંધીજીએ

⇒ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી❓

✔શ્રી બંસીલાલ વર્મા

⇒જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું❓

✔જવાહરલાલ નહેરુ

⇒ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા❓

✔'નગરભૂષણ'

⇒બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી❓

✔ઇ.સ.1994

⇒ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો❓

✔મોહનપુર ગામમાં (વલસાડ)

⇒ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી❓

✔શ્રી જશુભાઈ નાયક

⇒શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે❓

✔પોટ્રેટના રાજા

⇒શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો❓

✔ભાવનગર

⇒'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે❓

✔ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)

⇒"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે❓

✔શ્રી નટુભાઈ પરીખ

⇒"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે❓

✔શ્રી રવિશંકર રાવળ

⇒શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો❓

✔બાંધણી ગામ (જી.ખેડા)

⇒ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે❓

✔શ્રી કનૈયાલાલ યાદવ

⇒શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો❓

✔રતલામ

⇒શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ❓

✔'ચકોર'